તારાપુર થી સુરત સ્પોટસ બાઈક ઉપર આવી વહેલી સવારે તથા રાત્રીના વોકમા નિકળતા મહીલા તથા પરુુષો ને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચીંગના ગુન્હાઓ ને અંજામ આપતા રીઢા આરોપીઓ ને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહરે ક્રાઈમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહરે એ સુરત શહરે વિસ્તારમાં બનતા ચેઈન સ્નેચીંગ/મોબાઈલ સ્નેચીંગ ના ગુન્હાઓ અટકાવા તથા આવા પ્રકારના ગન્હાઓ આચરતા આરોપીઓ ને ઝડપી પાડી ગુન્હાઓ નો ભેદ ઉકેલી જરૂરી સુચના ઓ આપવા માં આવી હતી.
જે અનું સધાંને સુરત ક્રાઈમ બ્રાન્ચ ના ચેઈન સ્નેચીંગ સ્કોડના પોલીસ સબ ઈન્સ્પેકટર ની ટીમ પોલીસ માંણસો સાથે અગાઉ ચેઈન સ્નેચીંગ/મોબાઈલ સ્નેચિંગ ના ગુન્હામાં અગાઉ પકડાયેલ આરોપીઓ ની માહીતી મેળવી તેઓ ઉપર નજર રાખી તથા બનેલ બનાઓ ની થએલ ગુન્હાઓ ની જગ્યાઓ ની વીઝીટ કરી ટેક્નીકલ તથા હુમન ઇન્ટેલીજન્સ સર્વિલેન્સના આધારે કામગીરી હાથધરી હતી.
આ દરમિયાન મળેલ ચોક્કસ આધાર ભતુ બાતમીના હકિગત ના આધારે અડાજણ એલ.પી.સવાણી રોડ ટી.જી.બી.સર્કલ થી સૌરભ ચોકી તરફ જતા રોડ ઉપરથી આરોપીઓ (૧) અશોક ઉફેનિકુંજ ઉર્ફે નીકલો ઉર્ફે મિતેષ ઉ.વ ૨૭ (૨) મહાવીર સિંહ નટુભાઈ ચૌહાણ તથા (૩) ઉદેસિંહ ઉર્ફે ઉદો મગનભાઈ ઠાકોર ઉ.વ.૩૨ નાને ઝડપી પાડી તેઓ પાસેથી સોનાની ચેઈનો નંગ – ૭, કુલ્લે રકકમ.રૂ. ૭,૪૦,૪૯૦/- તથા ચેઈન સ્નેચીંગ ગુન્હાને અંજામ આપવા મા ઉપયોગ મા લીધેલ હીરો કરીઝ્મા મોટર સાયકલ નં.GJ-05-KJ-0969 કિ.રૂ. ૫૦,૦૦૦/-મળી કુલ્લે કિ.રૂ. ૭,૯૦,૪૯૦/- ના કિંમત ના મુદ્દામાલ કબજે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલ છે અને પકડેલ આરોપીઓ નો પૂર્વ ઇતિહાસ જાણવા મળેલ છેકે આપુર્વે પણ આવા અસંખ્ય ગુનાહિત પ્રવૃત્તિઓ ગુજરાત ના વિવિધ શહેરો માં ખંબાત,ડીસા,પાવાગઢ,ગોધરા,તારાપુર અને સુરત શહેરના અસંખ્ય વિસ્તારમાં અંજામ આપેલ છે . (*જર્નલિસ્ટ યોગેશ દેવરે )*