Homeબોલિવૂડસુરત ૭ મી નવેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ "કાલે લગન છે" !...

સુરત ૭ મી નવેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાલે લગન છે” ! નું પ્રમોશન પુર જોશમાં

સુરત૭ મી નવેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે*” ! નું પ્રમોશન પૂરજોશમાં છે. ફિલ્મની સ્ટાર કાસ્ટે સુરત શહેરવાસીઓમાં ભારે ઉત્તેજના જગાવી છે. મુખ્ય કલાકારો પરીક્ષિત ટમાલિયા અને પૂજા જોષી સહિત સમગ્ર ટીમ સુરતના સમતા ગૌધાની શોરૂમ પર પહોંચી હતી અને ફિલ્મ વિશે વિગતવાર સમજાવ્યું હતું.

કાલે લગન છે!” એક કોમેડી-ડ્રામા ફિલ્મ છે જે રોમાંચક અને સસ્પેન્સથી ભરપૂર છે. ફિલ્મની વાર્તા એક ગુસ્સે યુવક આયુષની સફરની આસપાસ ફરે છે, જે દીવની સફર પર એક રહસ્યમય છોકરી ઈશિકાને મળે છે. આ મુલાકાત પછી આયુષનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ફિલ્મમાં દર્શકોને રમૂજની સાથે સાથે રોમાંચનો પણ ભરપૂર ડોઝ મળશે.

ફિલ્મના દિગ્દર્શક હુમાયુ મકરાણીએ કહ્યું કે “કાલે લગન છે!” એક એવી ફિલ્મ છે જેનો દરેક વયના દર્શકોને આનંદ થશે. ફિલ્મમાં પરીક્ષિત અને પૂજાની જોડી ફરી એકવાર લોકોના દિલ જીતવા માટે તૈયાર છે.

ફિલ્મના નિર્માતાઓ માને છે કે “કાલે લગન છે!” ગુજરાતી સિનેમા માટે આ એક નવી શરૂઆત સાબિત થશે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણી ઉત્સુકતા છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ જશે.

RELATED ARTICLES

Most Popular