Homeગુજરાતસુરતસુરત મહાનગર પાલિકા દ્વારા લિંબાયત અને નવાગામને જોડતા રેલવે અંડરપાસનું કામ પણ...

સુરત મહાનગર પાલિકા દ્વારા લિંબાયત અને નવાગામને જોડતા રેલવે અંડરપાસનું કામ પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે.

જાહેર બાંધકામ સમિતિના ચેરમેન ભાઈદાસ પાટીલે જણાવ્યું હતું કે, શહેરમાં વધતી જતી વસ્તી સાથે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની રહી છે ત્યારે શહેરવાસીઓને સુલભ માર્ગો મળી રહે તે માટે મહાનગરપાલિકા પ્રશાસન હંમેશા પ્રયત્નશીલ છે પરિવહન શહેરમાં સતત ફ્લાય ઓવરબ્રિજ અને ખાડી પુલ બનાવવામાં આવી રહ્યા છે. લિંબાયત અને નવાગામને જોડતા રેલવે અંડરપાસનું કામ પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ડિસેમ્બર મહિના સુધીમાં તેનું કામ પૂર્ણ થયા બાદ તેને લોકો માટે ખુલ્લો કરવામાં આવશે. જેના કારણે નવાગામને અંડરપાસ થઈ નીલગીરી વિસ્તારથી સીધુ જોડાણ મળશે.

અંડરપાસ ખુલ્લો થતાં જો નંદનવન સોસાયટી માંથી સીધો પસાર થતો પ્રમુખ પાર્ક ફ્લાય ઓવરબ્રિજને રેમ્પ દ્વારા જોડવામાં આવે તો વાહનચાલકો લિંબાયતથી માત્ર પાંચ મિનિટમાં સીધા જ પાંડેસરા જીઆઇડીસી ચારરસ્તા સુધી પહોંચી શકશે. હાલમાં આ માટે લોકોને ઉધના તીન રોડ પરથી અથવા સાંઈ પોઈન્ટ થઈને પસાર થવું પડે છે. રેમ્પના બાંધકામ સાથે, લીંબાયત નીલગીરી સર્કલથી અંડરપાસ દ્વારા રેમ્પ દ્વારા સીધા જ મેઇન પાર્ક બ્રિજ અને પાંડેસરા જીઆઇડીસી ઇન્ટરસેક્શન પર પહોંચી શકાય છે.

અંડરપાસ ખુલ્લો થતાં જો નંદનવન સોસાયટીમાંથી સીધો પસાર થતો પ્રમુખ પાર્ક ફ્લાય ઓવરબ્રિજને રેમ્પ દ્વારા જોડવામાં આવે તો વાહનચાલકો લિંબાયતથી માત્ર પાંચ મિનિટમાં સીધા જ પાંડેસરા જીઆઇડીસી ચારરસ્તા સુધી પહોંચી શકશે. હાલમાં આ માટે લોકોને ઉધના તીન રોડ પરથી અથવા સાંઈ પોઈન્ટ થઈને પસાર થવું પડે છે. રેમ્પના બાંધકામ સાથે, લીંબાયત નીલગીરી સર્કલથી અંડરપાસ દ્વારા રેમ્પ દ્વારા સીધા જ મેઇન પાર્ક બ્રિજ અને પાંડેસરા જીઆઇડીસી ઇન્ટરસેક્શન પર પહોંચી શકાય છે.

RELATED ARTICLES

Most Popular