Homeગુજરાતતાપીતાપી જિલ્લાના સોનગઢ દેવજીપૂરા માં ગરીબોના હક્કનું સરકારી અનાજ સગેવગે કરતા બે...

તાપી જિલ્લાના સોનગઢ દેવજીપૂરા માં ગરીબોના હક્કનું સરકારી અનાજ સગેવગે કરતા બે વેક્તિ આમ લોકોદ્વાર કેમેરા માં કેદ….

આ વીડિયો છે તારીખ 28/11/2024 નો જેમાં સોનગઢ તાલુકા માં સરકારી અનાજ સગેવગે કરતા બે વેક્તિ નજરે પડી રહ્યા છે સૂત્રો ના જાણવા મુજબ સરકારી અનાજ બ્લેક માં ખરીદી કરતો વેક્તિ નું નામ નિર્મલ મારવાડી હોવાનું જાણવા મળ્યું છે જે નિ દુકાન સોનગઢ દેવજી પુરામાં છે અને ગરીબોના હક્કનું સરકારી રાશન વેચતો વેક્તિ ઝરાલી ગામનો રાશન દુકાનનો તોલાત હોવાનું જાણવા મળે છે આપણે વીડિયો માં નજરે પડે છે કે ભર ઢોળા દિવસે આ ગેરકાયદેસર સરકારી અનાજનો વ્યાપાર બિન્દાસ્ત રીતે ચાલી રહેલ છે શું સોનગઢ તાલુકાના સરકારી પુરવઠા વિભાગના અધિકારીઓ આની તપાસ કરશે ! આ એક મોટો પ્રશ્ન છે?

જ્યારે સરકાર દેશના તમામ આધિવાસી સમાજના ગરીબ કુટુંબ ને કુપોષણ માંથી બહાર લાવા મોટા પ્રયાસો કરી રહી છે પણ સરકારી અનાજનું બ્લેક માર્કેટ કરતા વેપારી અને રાશન દુકાનદારો પર કોઈ કાયદેસરનું પગલું ભરતું નથી જેનાથી પ્રજા ત્રસ્ત છે અને અધિકારી સુસ્ત છે પરંતુ “વિષય ગુજરાત ન્યુઝ” સમાજના હિત માટે સત્યની શોધખોળ ચાલુ રાખશે. *યોગેશ ભાઈ દેવરે જર્નલિસ્ટ*

RELATED ARTICLES

Most Popular