ગઇ તા.૨૦/૦૫/૨૦૨૫ ના રોજ સુરત નવસારી રોડ ઉપર આવેલ સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ “ગુજરાત ગ્રામીણ બેન્ક* માં એક હિન્દી ભાષી અજાણ્યા ઇસમે બેન્કમાં હાજર આસીસટન્ટ મેનેજર તથા બેન્કમાં આવેલ ગ્રાહકને પિસ્ટલ બતાવી મારી નાંખવાની ધમકી આપી બેન્કના સેફ રૂમમાં બંધક બનાવી બેંક માંથી રોકડા રૂ. 3,76,890/- ના મત્તાની લુંટ ચલાવી નાશી ગયેલ હોય જે અંગે સચીન પોલીસ સ્ટેશન માં ગુન્હો રજીસ્ટર કરી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલમ તથા આર્મસ એકટની કલમ તથા જી.પી. એકટ કલમ મુજબનો ગુનો જાહેર થયેલ હતો.
સદર ગુનો ધોળા દિવસે બેંક લુંટનો ચકચારી હોય જેથી બનાવની ગંભીરતાને લઇ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા બનાવ સ્થળની વિઝીટ કરી આજુબાજુના સી.સી.ટી.વી.ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધરેલ હતા. દરમ્યાન ક્રાઇમબ્રાંચની ટીમને મળેલ આધારભુત હકીકત આધારે આ લુંટના ગુનાને અંજામ આપનાર મુળ બિહારના વતની આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહમદ સનઉલ્લાહ શેખ, ઉ.વ.૨૨, રહેવાસી-પ્લોટ નંબર-૬૫, રૂમ નંબર-૧૨, સાંઇનાથ સોસાયટી, સચીન નવસારી રોડ, સુરત. મુળ વતન- ગામ-ફુલવરીયા, પુર્વી પંચારણ, બિહાર વાળાને કતારગામ દરવાજા નજીક આવેલ બ્રીટીશ કબ્રસ્તાન પાસેથી બેંક લુંટમાં મેળવેલ રોકડ રકમ તથા પિસ્ટલ સાથે આજરોજ ઝડપી પાડવામાં આવેલ છે.
આરોપીનો ભારતીય પાસપોર્ટ તથા આધારકાર્ડ વિગેરે મળી કુલ્લે રૂ. 3,95,420/- ની મત્તાનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.આરોપીની પુછપરછમાં તેણે પોતે એમેઝોન પ્રાઇમની ફ્રેન્ચાઇઝી લેવી હોય ફ્રેન્ચાઇઝી માટે યુ ટુબની સાઇટ પર સર્ચ કરતા કોઇ પણ પાર્સલ ડિલીવરીની ફ્રેન્ચાઇઝી લેવા માટે લગભગ દશ લાખનું રોકાણ થાય તેમ હોય અને આ ફ્રેન્ચાઇઝી લેવાથી માસીક લગભગ ૮૦ થી ૯૦ લાખની કમાણી થતી હોય.

ફ્રેન્ચાઇઝી લેવા માટે લાખો રૂપિયા સહેલાઇથી મેળવવા માટે કોઇક બેંકમાં લુંટ કરવાનું નક્કી કરી લુંટ કરવા માટે હથિયારની જરૂર હોય જેથી બિહારના મુંગેર ખાતેથી એક દિપક નામના ઇસમ પાસેથી પિસ્ટલ અને સાત કાર્ટીઝ ખરીદ કરી લઇ આવેલ તે બાદ “ગુજરાત ગ્રામીણ બેન્ક” ની રેકી કરી તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ લુંટ કરવાના ઇરાદે પિસ્ટલ સાથે બેંકમાં ગયેલ પરંતુ હિમ્મત ન થતા પરત પોતાના ઘરે ચાલી આવેલ તે બાદ બીજા દિવસે તા.૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ઘડેલ કાવતરા મુજબ પિસ્ટલની અણીએ રૂ!.03,76,890/- ના મત્તાની લુંટ ચલાવી નાશી ગયેલ હોવાની હોવાની કબુલાત કરેલ છે.આમ, ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા ધોળા દિવસે બનેલ બેંક રોબરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાંખેલ છે.
( જર્નલિસ્ટ યોગેશ દેવરે )