“NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફીયાઓ તથા આવી ગેંગના સીન્ડીકેટ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઈમ બ્રાન્ચ સતત કાર્યરત હોય છે.
જે દરમ્યાન ગઈ તા-૧૯/૦૪/૨૦૨૫ નાં રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળેલ કે, મુંબઈ એન્ટી નાર્કોટીક્સ સેલમાં દાખલ થયેલ ૭૫ ગ્રામ એમ.ડી.ડ્રગ્સના ગુનાનો વોન્ટેડ આરોપી આસિફ કાસમ રાજકોટવાલા હાલમાં સુરત શહેરમાં ચોકબજાર તથા લાલગેટ વિસ્તારમાં ફરે છે જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ તથા મુંબઈ એન્ટી નાર્કોટીક્સ સેલ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી લાલગેટ પંડોળની પોલ જસ્ટીન પેલેસ પાસેથી આરોપી આસિફ કાસમ રાજકોટવાલા ઉંમર.33 રહેવાસી-70-72. સાદિક અલી હવેલી, 08મો માળ, ફ્લેટ નં-35, એશાજી સ્ટ્રીટ, વડગડી. મસ્જિદબંદર મુંબઈ (મહારાષ્ટ્ર) વાળાને ઝડપી પાડી મુંબઈ પોલીસને કબ્જો સોપેલ છે.
પકડાયેલ આરોપી
આસિફ કાસમ રાજકોટવાલા ઉંમર.૩૩ રહેવાસી-70-72, સાદિક અલી હવેલી, 08મો માળ, ફ્લેટ નં-35, એશાજી સ્ટ્રીટ, વડગડી, મસ્જિદબંદર મુંબઈ (મહારાષ્ટ્ર)
વોન્ટેડ ગુનાની વિગત
મુંબઈ એન્ટી નાર્કોટીક્સ સેલ ફરીયાદ નં.33/2025 NDPS એકટ 1985 ની કલમ 8(Q, 22(Q મુજબ
(૭૫ ગ્રામ એમ.ડી.ડ્રગ્સનો કેસ)
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
(૧) NCB મુંબઈ FIR નંબર-11/2021 NDPS એક્ટ. 8(C), 22(C).29 મુજબ(૧૦૦ ગ્રામ એમ.ડી.ડ્રગ્સનો કેસ)
(૨) મુંબઈ નાર્કોટીક્સ સેલ બાંન્દ્રા યુનિટ FIRનં.-21/2023 NDPS એક્ટ. 8(C), 22(C), 29 મુજબ(૩૦૦ ગ્રામ એમ.ડી.ડ્રગ્સનો કેસ)
*જર્નલિસ્ટ યોગેશ દેવરે*
