મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ,ફર્લો,વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય

જે સુચના અનુસંધાને અન્વયે પેરોલ ફર્લો સ્કવોડના પો.ઇન્સ. જે.કે.બારીયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના કર્મચારીઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. કનકસિંહ ગોહિલ તથા પો.કોન્સ. બલવંતસિંહ જાડેજાનાઓને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,અમદાવાદ જીલ્લાના નારણપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આઇ.પી.સી.કલમ ૩૦૨ મુજબના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કામના કેદી નં.ડ/૧૫૨૨૪ દિનેશ ઉર્ફે ડોઢ ફુટીયો દાનાભાઇ સલાટ રહે,ભીડનાકા બહાર,ભુતેશ્વર ફળીયુ,ભુજવાળો ગુજરાત હાઇકોર્ટના હુકમ ક્રમાંક અપીલ નં.૨૦૭/૨૦૧૭ ક્રીમીનલ મીસ એપ્લીકેશન નં.૦૩/૨૦૨૩ તા૧૮/૦૪/૨૦૨૩ અન્વયે તા.૧૯/૦૪/૨૦૨૩ ના રોજ દિન-૦૭ ના વચગાળા જામીન રજા પર મુક્ત કરવામાં આવેલ અને તા.૨૭/૦૪/૨૦૨૩ ના જેલ મધ્યે હાજર થવાનુ હતુ પરંતુ જેલ મધ્યે હાજર ના થઈ ફરાર થઈ ગયેલ અને આજદિન સુધી જેલમાં હાજર ન થઈ નાસતો ફરતો હોઇ જે આરોપી હાલે અમદાવાદ સાબરમતી કેશવનગર રેલ્વે સ્ટેશન મધ્યે હોવાની હકીકત આધારે તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા મજકુર આરોપીને અટકાયત કરી અમદાવાદ જીલ્લાના
રાણીપ પોલીસ સ્ટેશનમાં સ્ટે.ડા.નોધ કરાવી આગળની કાર્યવાહી માટે અમદાવાદ મધ્યસ્થ જેલને સોંપવામાં આવેલ છે.
આમ ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઈન્સ્પેકટર જે.કે.બારીયા સાહેબનાઓ સાથે સ્ટાફના એ.એસ.આઇ. યોગેશભાઇ ગઢવી તથા પો.હેડ કોન્સ. કનકસિંહ ગોહિલ તથા પો.કોન્સ. બલવંતસિંહ જાડેજા તથા ડ્રા.પો.કોન્સ. જીતુભા ઝાલા જોડાયેલ હતા.
જર્નલિસ્ટ યોગેશ દેવરે