Homeવ્યાપરશેરબજારમાં ધુંઆધાર તેજીઃ સેન્સેક્સમાં 1961 પોઇન્ટનો ઉછાળો, 150 શેરો પોતાની બાવન સપ્તાહની...

શેરબજારમાં ધુંઆધાર તેજીઃ સેન્સેક્સમાં 1961 પોઇન્ટનો ઉછાળો, 150 શેરો પોતાની બાવન સપ્તાહની ટોચે…..

ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની ખરીદી અને યુએસ બજારોના મજબૂત વલણ વચ્ચે શુક્રવારે ભારતીય શેરબજારમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી 2 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે. બેંક, ઓટો અને આઈટી શેરમાં ઉછાળાથી પણ બજારને નવું જોમ મળ્યું હતું.

લાંચ પ્રકરણ: અદાણી અને ભત્રીજા વચ્ચે કોડવર્ડમાં વાતચીત! જુઓ કેવી રીતે થતી હતી ડીલ શુક્રવારે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી અને નિફ્ટીએ તેની તમામ શોર્ટ પોઝિશન કવર કરી હતી અને 557 પોઈન્ટનો વધારો દર્શાવ્યો હતો. નિફ્ટી 23,907 ના સ્તર પર બંધ રહ્યો હતો. દરમિયાન આઈટી, બેન્કિંગ, રિયલ એસ્ટેટ, મેટલ સહિતના અન્ય સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી.

બીએસઇ ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1961.32 પોઈન્ટ અથવા 2.54 ટકાના વધારા સાથે 79,117.11 ના સ્તર પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે ઈન્ડેક્સ 2,000 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી 557.35 પોઈન્ટ અથવા 2.39 ટકાના વધારા સાથે 23,907.25 પર બંધ થયો હતો.

સેન્સેક્સના તમામ 30 શેરો વધ્યા, બેન્ક અને આઈટી શેરો ચમક્યા

સ્થાનિક શેરબજારમાં આજે તેજીવાળાઓનો દબદબો રહ્યો હતો. સેન્સેક્સના આજે તમામ 30 શેરોમાં હરિયાળી જોવા મળી હતી. જેમાંથી એસબીઆઇ, ટીસીએસ, ટાઇટન, આઇટન અને ઇન્ફોસિસના શેરમાં મહત્તમ 4 થી 5 ટકાનો વધારો નોંધાયો હતો. રિલાાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટીસીએસ, લાર્સન એન્ડ ટુબ્રો, એસબીઆઇ અને ભારતી એરટેલે સેન્સેક્સના ઉછાળામાં સૌથી વધુ યોગદાન આપ્યું હતું. જેમાં આ પ્રત્યેક શેરે સેન્સેક્સમાં 100થી વધુ પોઇન્ટ ઉમેર્યા હતાં.

એસબીઆઇ, ટીસીએસ, ટાઇટન, આઇટીસી અને ઇન્ફોસિસ સેન્સેક્સના ટોપ-ફાઇવ ગેઇનર હતા. તે જ સમયે, નિફ્ટી-50ના 50માંથી 49 શેરો લીલા નિશાનમાં બંધ થયા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ટાઈટન કંપની, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચસીએલ ટેકના શેરમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી-50માં બજાજ ઓટો એકમાત્ર સ્ટોક હતો જે લાલ નિશાનમાં બંધ થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી 50માં આજના 2 ટકાથી વધુના વધારાને કારણે ઘણા શેરો પણ 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે.

કોફોર્જ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ક્રિસિલ, ફોર્ટિસ હેલ્થકેર, ક્રિષ્ના ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, માસ્ટેક અને નેશનલ એલ્યુમિનિયમ પણ તેમની એક વર્ષની ટોચે પહોંચનારા શેરોમાં સામેલ હતા.

લાર્જકેપે મિડકેપ અને સ્મોલકેપ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું. સેન્સેક્સ 1,961 પોઈન્ટ અથવા 2.54 ટકાના ઉછાળા સાથે 79,117 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 557 પોઈન્ટ અથવા 2.39 ટકાના ઉછાળા સાથે 23,907 પર બંધ થયો હતો. બીએસઇ મિડકેપ અને બીએસઇ સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 1.26 ટકા અને 0.90 ટકા વધ્યા હતા.

બીએસઇ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન(માર્કેટ કેપ) અગાઉના સત્રમાં રૂ. 425.4 લાખ કરોડથી વધીને આશરે રૂ. 432.7 લાખ કરોડ થઈ છે, જેના કારણે માર્કેટ કેપમાં એક જ દિવસમાં રૂ.7.3 લાખ કરોડનો વધારો થયો છે.

શેરબજારમાં શા માટે આવી આટલી જોરદાર તેજી?

માસ્ટર કેપિટલ સર્વિસીઝના રીસર્ચ વિભાગના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ વિષ્ણુકાન્ત ઉપાદ્યાયે જણાવ્યું હતું કે, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકોમાં મજબૂત બાઉન્સ બેક જોવા મળ્યું હતું જેમાં નિફ્ટી 50 500 પોઈન્ટથી વધુ અને બીએસઇ સેન્સેક્સ 2000 પોઈન્ટથી વધુ વધ્યો હતો. આ રિકવરી મહત્ત્વપૂર્ણ 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ (ઇએમએ) થી ઉપર જોરદાર ઉછાળા સાથે થઇ. જેને બેન્કિંગ અને આઇટી શેરોનો મજબુત ટેકો મળ્યો.

તેમણે જણાવ્યું કેસ ભારતીય બજારમાં મોટી કેપનીઓના શેરોમાં આકર્ષક વેલ્યુએશન પર બાર્ગેન હન્ટિંગ (સસ્તાભાવે ખરીદારી)એ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કર્યો. ડૉલર ઇન્ડેક્સમાં વધારાથી આઇટી શેરોની માંગમાં વધુ વધારો થયો છે. “વધુમાં, મહારાષ્ટ્ર ચૂંટણીના એક્ઝિટ પોલ દ્વારા બજારનું સેન્ટિમેન્ટ મજબૂત બન્યું હતું જે મહાયુતિ ગઠબંધનની સંભવિત જીતનો સંકેત આપી રહ્યા હતા.”

આઈટી કંપનીઓના શેરમાં તેજી

અમેરિકન લેબર માર્કેટ દ્વારા જાહેર કરવામાં આવેલા સારા ડેટાને કારણે નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 2 ટકાનો વધારો થયો છે. યુએસમાં પ્રારંભિક બેરોજગારીના દાવા 16 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 6,000 ઘટીને 213,000 સીઝનલી એડજસ્ટ થયા હતા, જે સાત મહિનામાં સૌથી નીચા છે. આ સૂચવે છે કે ઓક્ટોબરમાં વાવાઝોડા અને હડતાલને કારણે મંદી પછી નવેમ્બરમાં યુએસ જોબ વૃદ્ધિને વેગ મળવાની શક્યતા છે.

બજારની આ તેજીમાં, વિવિધ ક્ષેત્રોના 150 થી વધુ શેરો તેમના 52 સપ્તાહના સ્તરની નજીક આવ્યા અથવા તેને વટાવી ગયા. એચસીએલ ટેક, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ઇન્ડિયન હોટેલ્સ અને ફેડરલ બેન્ક સહિત 163 જેટલા શેરોએ શુક્રવારે, 22 નવેમ્બરે બીએસઇ પર ઇન્ટ્રા-ડે ટ્રેડમાં તેમની તાજી 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી હતી.

નિષ્ણાંતો માને છે કે જ્યારે કોઈ શેર 52 અઠવાડિયાથી ઉપરના સ્તરે ટ્રેડિંગ શરૂ કરે છે, ત્યારે તેની અપસાઇડ સંભાવના વધી જાય છે. આજની તેજીમાં, 52 સપ્તાહના લેવલની ઉપર આલેવા કેટલાય શેરો માટે ઉપરના ટાર્ગેટ ઓપન થઇ ગયા છે. આ પેકમાં રોકાણકારોની નજર આઇટી શેરો પર છે.

લો વેલ્યુએશનનો પણ રોકાણકારોએ લાભ ઉઠાવ્યો

શેરબજારમાં આજે આવેલી આ તેજી દર્શાવે છે કે તાજેતરના ઘટાડા બાદ ખરીદદારો સક્રિય થયા છે. હકીકતમાં, નિફ્ટી તેના ઉચ્ચ સ્તરેથી 11 ટકા ઘટ્યો હતો, જ્યારે મિડ-કેપ અને સ્મોલ કેપ સૂચકાંકો અનુક્રમે 12 ટકા અને 9 ટકા ઘટ્યા હતા. તે જ સમયે, બજારનું સેન્ટિમેન્ટ બદલાયું છે અને રોકાણકારો ઓછા મૂલ્યાંકનનો લાભ લઈ રહ્યા છે.

વૈશ્વિક માર્કેટની પણ અસર

આજની તેજીમાં વૈશ્વિક બજારોએ પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. શુક્રવારે સતત બે દિવસના ઘટાડા બાદ જાપાનના તમામ નિક્કી શેર સરેરાશ વધારા સાથે બંધ થયા હતા. આ પૈકી સૌથી મોટી ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની નવીદામાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. તે જ સમયે, કોરિયાનો કોસ્પ 0.84% સાથે બંધ રહ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો S&P ASX 200 0.85% નો વધારો નોંધાવ્યો હતો.

છેલ્લા સેશનમાં બજાર કેવું હતું?

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે ગુરુવારે અદાણી ગ્રૂપના શેરમાં ભારે વેચવાલીને કારણે ભારતીય શેરબજારો ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 50 પણ 168 પોઈન્ટ લપસીને 23,400ના સ્તરની નીચે આવ્યો હતો. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીને યુએસમાં લાંચ અને છેતરપિંડીના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઇના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 422.59 પોઈન્ટ અથવા 0.54 ટકા ના ઘટાડા સાથે 77,155.79 ના સ્તર પર બંધ થયા હતાં. તે જ સમયે, નિફ્ટી 50 168.60 પોઈન્ટ અથવા 0.72 ટકાના ઘટાડા સાથે 23,349.90 પર બંધ રહ્યો હતો.

RELATED ARTICLES

Most Popular